‘સમય’ ઉપર મુકતપંચિકા બનાવીએ. October 13, 2006
Posted by સુરેશ in મુક્તપંચિકા, સર્જનક્રિયા.trackback
મિત્રો, સહિયારા સર્જનમાં આપ સૌએ દર્શાવેલ ઉમળકાથી પ્રેરિત થઇને આ સહિયારી યાત્રામાં એક ડગલું આગળ ભરીએ છીએ. એ આશા સાથે કે, આપણો આ સહિયારો પ્રવાસ અવિરત ગતિથી અને પૂરા ઉત્સાહ સાથે ચાલુ રહેશે.
હવે આપણે સૌ બનાવીશું મુકતપંચિકા, “સમય” વિષય ઉપર!
મુક્તપંચિકા, એ હાઇકૂ અને તાન્કાને મળતો લઘુકાવ્યનો એક પ્રકાર છે…
જેનું બંધારણ છે : - 5, 5, 7, 5, 5 અર્થાત્ કુલ 27 અક્ષરો અને પાંચ પંક્તિઓ.
હરીશભાઇ દવે એ ઉદાહરણ તરીકે એમની પ્રથમ મુકતપંચિકા અહીં આપી છે…

કાળગર્તમાં
સમયતરુ
પર પળ-કૂંપળ
ખીલે! રે! ખરે!
જીવન વહે!
તો માણો, હરીશભાઇની આ મુકતપંચિકા.
અને હા, અહીં ફકત માણવાની જ નથી હોં! કલમ પણ ઉપાડવાની છે.
આ તો છે…..તમારુ, મારું, આપણું… સૌનું સહિયારૂં સર્જન……..
તો “સમય” વિષયને લક્ષમાં રાખી, મુકતપંચિકા બનાવવાનું સૌ મિત્રોને ભાવભર્યું આમંત્રણ……..
- સહિયારૂં સર્જન ટીમ


સમય સંગે
રહે તેનો જ
સમય બદલાય
સમય સામે
તે ખરડાય
કાબે અર્જુન
લુંટીયો,ભલે
ગાંડીવ હાથમાંને
કૃષ્ણ સખાનો
સમય સાથ
ભૂત, ભવિષ્ય,
વર્તમાનનાં
સુંદર વાઘાં પે’રી,
સદા અહીં જ
રમે સમય!
વિરહ-ક્ષણ,
મિલન-ક્ષણ,
સમયની કેટલી
ક્ષણો! ને મારી
એકેય નહિં?!
ઊર્મિસાગર
સમય સાથે
ચાલશો સહુ
વેડફો જો સમય
અવળા પડે
જીવન પાસા
સમય સદા
ફરતો રહ્યો
રેતી જેમ સરતો
નખરા ઝાઝા
નાખે ભ્રમમાં
ભ્રમણ તો છે
સમય તણું
કામ, જોને સરતો
સરરરર
રેતીની સમ
સમય નથી
કામ છે બહુ
સમય મળ્યો હવે?
ઉપર ગયા
પાછા જવું છે !
સથવારો ક્યાં ?
હમણાં હતી
જતી રહી કદાચ
ભૂતકાળ ના
સમય સાથે !
સ્વર્ગવાસી થઈ ગયેલ પ્રેમિકા ની યાદ — એવી કલ્પનાથી પ્રથમ વાર એક મુક્ત-પંચિકા મુકુ છુ. ભૂલ ચૂક માફ કરશો.
શું સમેટું હું?
વેરવિખેર
પળોની મીઠી યાદ?
કે યાદની એ
મધુર પળો?
ઊર્મિસાગર
સમય બલી
ન નર કદી
લુંટ્યો ભીલે અર્જુન
તે જ ગાંડીવ
તે જ બાણ
- જાણીતા સુભાષિત પરથી
તેનાથી સાવ જ વિરુધ્ધ વિચાર !
બની આઝાદ
સમાથી પર
ખયાલ બદલે તું
આધીન કર
સમયને તું
- રજની પાલનપુરી ની રચના પરથી
ઘડીયાળના
રણકારમાં
દોડતો સમય તું
જરાક થોભ
હું રહી ગઇ.
[...] * ‘સમય’ પરની થોડી મુક્તપંચિકાઓ અને બીજી રચનાઓ જુઓ, સહિયારું સર્જન પર… [...]
[...] આગળની પોસ્ટ: ‘સમય’ ઉપર મુકતપંચિકા બનાવીએ. [...]