સર્જનક્રિયા – ૯ : ‘સહિયારું’ રદીફ અને કાફિયા સાથે એક સહિયારું ગીત(ગઝલ) બનાવીએ… October 7, 2006
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.trackback
મિત્રો, આ વખતે થોડું બંધન મુકીએ છીએ…
આજે આપણે બધાએ સાથે મળીને એક ગીત (ગઝલ) બનાવવાનું છે…. બધાની એક એક પંક્તિ… એકથી વધારે પંક્તિ લખવી હોય તો લખી શકો છો… પણ જો જો, આખું ગીત તમારે એકલાંએ લખવાનું નથી હોં!!
પહેલી પંક્તિ પંચમભાઇ શુકલે આપણને આપી છે. જેને આપણે ભેગા મળીને આગળ વધારીએ તો એમાંથી એક સુંદર ગીત-ગઝલ બની શકે એવી શક્યતા છે. જેને જે ગમે (છાંદસ-અછાંદસ) તે રીતે આગળ વધારો. અછાંદસ પંક્તિને શક્ય હોય તો આપણે આપણા કવિમિત્રોની મદદથી છાંદસ બનાવવાની કોશિશ કરીશું…
છંદ : ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા
રદીફ : સહિયારું
કાફિયા : સર્જન, વનવન,….
થોડું તારું, થોડું મારું કરિયેં સર્જન સહિયારું,
આમ અલગ ને આમ અડોઅડ ભમિયેં વનવન સહિયારું.
તો ચાલો આજે આપણે કંઇક નવું કરીએ અને સૌની એક એક પંક્તિથી એક સહિયારા ગીતનું સહિયારું સર્જન કરીએ…

તું તારું જીવે, હું મારું એ તે કેવું અલગારું?
તું જીવ મારું ને હું તારું જીવિયેં જીવન સહિયારું.
શબ્દોની લ્હાણી કરશું તો મળશે કાવ્ય-સાલિયાણું,
શબ્દો શબ્દો પંક્તિ પંક્તિ, થાશે સર્જન સહિયારું.
મારી પ્રથમ છાંદસ રચના – આ પંક્તિને છાંદસ બનાવવા મદદ કરવા માટે પંચમભાઇનો ખૂબ ખૂબ આભાર!
ઊર્મિસાગર
Here is one sher I have written.
ચપટી તારો ખુદા દે, ચપટી મારો ઇશ્વર લે,
થોડી બંદગી કરીએ, થોડું ભજન સહીયારુ
Of course it is not with chhand. so try to put it in chhand.
Vishal Monpora
http://poem.vishalon.net
થોડું સારું,થોડું માઠું કરિયે વર્તન મજિયારું,
આમ અલગ ને આમ હારોહાર જીવીયે જીવન સહિયારું.
તારું હોવું,મારું હોવું એવું પ્રાર્થન દુખિયારું,
સાવ સમીપે ને આવ હરિહર ભરીયે આપણ કીડીયારું.
અનંતની વાટે ચાલતા,લાવ કરીએ કંઇક નિરાળું
ફૂલો તારા,મારા હો ભલે, છે ઉપવન તો સહિયારૂ.
છંદ માં મારી ચાંચ ડૂબતી નથી.છતાં સહિયારા બ્લોગમાં લખ્યા વિના તો કેમ રહેવાય?છાંદસ બનાવવાની જવાબદારી વિવેકભાઇ કે પંચમભાઇ જેવા વિદ્વાનો ઉપર.
આભાર .
ભુલી જઈએ સૌ વેર ઝેર, વર્તન કરીએ સૌ ન્યારુ,
અંધકાર ગયો ! હાલ ભેરુ !, હવે તો થયુ છે ઊજીયારું.
મારું મારા બાપનું, ને તારું મારું સહિયારું
એમ વિચારું, ક્યાંથી થાશે આપણું સર્જન સહિયારું?
તારું સૌ તારું જ રહે, ને મારું પણ હો તારું જી;
એમ વિચારું ત્યારે થાશે, આપણું સર્જન સહિયારું.
આવો,બેસો,પીવો પાણી ,ગુજરાતીનું નજરાણું ;
સત્ય,અહિંસા એકાદશ વ્રતો ,છે ભારતનું સહિયારું .
થોડું થોડું હૈયે હેત, થોડું થોડું હસીયે
ધીરે ધીરે જીવીયેઆ આયખું સહિયારુ
આવા જાવા ને હીંચતો શ્વાસોનો હીંડોળો જ
ઠીંસ ધીરેરે દેજે સખી જીવન છે સહિયારુ
— વિજયભાઇએ પાછળથી સુધારેલું —
થોડું થોડું હૈયે હેત, થોડું થોડું હસીયે
ધીરે ધીરે જીવીયે સખી છે જીવન સહિયારુ
આવાગમ ને હીંચતો શ્વાસોનો હીંડોળા શો
ઠીંસ ધીરેરે દેજે સખી છે જીવન સહિયારુ
bahu saras exercise chhe
sanchalakone dhanyavaad
હું તમારા જેવા કવિઓ સામે તો વામન જ છુ – છતાં એક પંકિત મારી સ્વીકારશો -
તળબોળ છે અસંખ્ય લાશો રકત મા -
હજી પણ છે સમય કરી લો બધુ વશ મા -
ક્યારેક ખાધી હતી આપણે જેની કસમો -
ત્રિરંગા ના એ ત્રણે રંગોને મીલાવી ચાલો બનાવિયે એક અખંડ ભારત, સહિયારું.
ખેંચાઈ ના જાય લકિરો આ ધરતી ઉપર તું-તું-મૈ-મૈ માં -
ખોવાય ના જાય યુવા એ ત્રિરંગા ના ત્રણ અલગ અલગ ટુક્ડાઓમાં -
ક્યારેક ખાધી હતી આપણે જેની કસમો -
ત્રિરંગાના એ ત્રણે રંગોને મીલાવી ચાલો બનાવિયે એક અખંડ ભારત, સહિયારું.
tara manthi hun chhun jaado, maara manthi tun jaadi,
chaalo kariye hali- mali ne, ochhun vajan sahiyarun.
તારા મનથી હું જાડો, મારા મનથી તું જાડી,
ચાલો કરીએ હળી-મળીને, ઓછું વજન સહિયારું.
જીવન ના દુઃખોનો લાલ રંગ, અને ખુશીઓ નો હરિયાળો,
ભેગા રંગો બન્ને ભરિયે, કરીએ ચિત્ર-સર્જન સહિયારું.
aa vakhte me radif ne dhyan ma rakhi ne pankti banavi che.. agal ni bhul mate maaf karsho…
જોજનો દૂર છતાંય આપણે એ રીતે બંધાયા છીએ
જુદી જુદી ધરતી ભલે હો, છે આસમાન સહિયારું
થોડું સારું,થોડું માઠું કરીયે વર્તન સહિયારું,
આમ અલગ ને આમ હારોહાર જીવીયે જીવન સહિયારું.
તારું શું? ને મારું શું? આખર સઘળું સહિયારું,
સાવ સમીપે આવ હરિહર,ધરીયે જીવન સહિયારું
THY ARE HERE THY ARE THERE AND THY ARE EVERY WHERE,
YET, CANN’T SEE YOU… OH! SWEET MY LOVE!!
DAY AND NIGHT I SEARCH WITH SLEEPLESS NIGHT IN TEARS.
EACH BEAT AND BREATH REMINDS ME THAT,
YOU ARE YOU ….YOU ARE YOU.
TOO HI TOO
TOO HI TOO,
ઘરના ચાર ખુણા અલગ, અલગ બધાની વાતો,
ઑરડા ભલે હો જુદા જુદા, રસોડુ તો છે સહિયારું…
કોક નું સાચું, કોક નું ખોટું, પણ ગુંજન છે સહિયારું,
સરગમના સુર-તાલ અલગ છે, ૫ણ સંગીત તો છે સહિયારું….
—————————————————
સંગીત વાળી કડી વધુ સારી બની શકે એવું મને લાગે છે.. અભિપ્રાય આપશો.
સહિયારૂઁ.
ટૂકડા ટૂકડા ભેગા કરિયેઁ ,બનશે મહેલો સપનાના,
હૂસ્ન ઈશ્ક ના કાચો માથી થાશે દર્પણ સહિયારૂઁ.
થોડા છાંટા ભેગા કરિયેઁ હેતલની મીઠી વાવે
ના મારુઁ ને ના તારુઁ પણ એ છે અર્પણ સહિયારૂઁ.
ભેગા કરશુઁ પથ્થર સાથે નાના હો કે મોટા,
બનશે પ્યારનુઁ નાનુઁ ઝુપડુઁ કરિયેઁ ચરતણ સહિયારુઁ.
_________મુહમ્મદઅલી ભૈડુ’વફા’
બ્રમ્પટન,કેનેડા 23ઓકટો.2006
વન વન ભમશું ભોમિયા વિના,પંથે હોય ભલે કંટક કંકર,
તારી મારી મંઝિલ એક જ, ચાલ વગાડ તું સર્જનનું જંતર
(કલ્પનાબેન સ્વાદિયા)
Malyaa, prit kari,bhega thayaa ne pachhi Chutaa padyaa,
Have to jindagi ma, atit nee yaado shivaay kai sahiyaaru.
taaraa ne maaraa rastaa to judaa thai gayaa kedinaa
Bas nathee rahyu.N, jamin shivaay kai sahiyaaru.
vaato to karataa hataa, veetaavashu.N jeevan akhu saathe
bahu modu jaanYu.N aapaNee vacche kai nhotu sahiyaaru.
Streeone purushoe yug thee matra chhetaree chhe,
Eni milkat badhee eni , ane maree saav sahiyaaree.
Ane em juvoto Ishware paN kyaa.N baki raakhyu chhe !!
Param anandanee kshaNo hati amaaree sahiyaaree,
Ane pachhini prasav pidaa to fakat ekalee maree.
પુરુશોએ યુગો થી સ્ત્રીઓને છેતરી છે,
એની મીલ્કત એની ને મારી સહીયારી છે !!
ને ઈશ્વરે પણ ક્યાં બાકી રાખ્યું છે
પરમ આનં્દ્ની ક્ષણો હતી અમારી સહીયારી,
ને પ્રસુતી ની પીડા ફકત મારી એકલીની છે.
આ વાપરવામા સરળ અને શબ્દો કેમ લખવા તેની
સમજણ આપે છે.
http://utopianvision.co.uk/gujarati/write/
હાથ હાથમાં, શ્વાસ શ્વાસમાં, સૂરમાં સૂર મળે સૌનો,
મૃત્યુ મરવા ચાહે, એવું જીવીએ જીવન સહિયારું.
-ડૉ. વિવેક મનહર ટેલર
[...] આગળની પોસ્ટ: ‘સહિયારું’ રદીફ અને કાફિયા સાથે એક સહ… [...]