jump to navigation

સંકલિત: ‘સ્મિત’ October 2, 2006

Posted by ઊર્મિસાગર in મુક્તકો, સંકલિત.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ: સર્જનક્રિયા-૨: આજે થોડું ‘સ્મિત’ કરીએ…

* * *

આવું સ્મિત ના રેલાવશો, એ સ્મિત તો જાનલેવા છે;
શું કરૂં પણ, મારા દર્દેદિલની એ જ તો એક દવા છે?
(ચિરાગ પટેલ)

* * *

સ્મિત પણ ઢંકાયું, મ્હોરામાં હવે,
બંધ હોઠો કેરા પ્હેરામાં હવે.
ભુલકાં, એ થોડું વેર્યું છે બસ!
ક્યાં છે ચેતન કોઈ ચ્હેરામાં હવે..
(ચેતન ફ્રેમવાલા)

* * *

આંસું અને સ્મિત, વારાફરથી વારો છે,
જીવનનો એ જ તો સાચો સહારો છે.
(નીલમ દોશી)

* * *

રડતા રડતાયે હસાવી જાય છે મને કાયમ તારું સ્મિત,
એટલે જ તો મારા સ્મિતમાંયે હોય છે સદા તારું સ્મિત,
રોજ ઠાનું છું, હવે ક્યાંયે નહિં પડું હું તને યાદ કરી કરીને,
તારા ગાલોનાં ખાડામાં મને રોજ પાડી જાય છે તારું સ્મિત.
(ઊર્મિસાગર)

* * *

તારું દર્દભર્યું સ્મિત જ્યારે વહાવે છે આંસું,
કોણ જાણે કે દર્દનું છે કે હર્ષનું છે એ આંસું?
(ચેતના)

* * *

 

 

Comments»

1. સુરેશ જાની - October 3, 2006

સપનાં લો કોઇ સપનાં ….
ઉમાશંકર જોશી
આ ગીત દિલીપ ધોળકીયાના સ્વરાંકનમાં ફાલ્ગુની શેઠે બહુ જ સરસ રીતે ગાયું છે અને આલ્બમ પણ આ જ નામનું છે.

2. manvant - October 9, 2006

બસની બારીથી મેં જોયું સ્મિત તારું ઓ સખિ !
તારા હૃદયના સ્મિતમાં મારું ઉમેર્યું મેં સખિ !

3. bansinaad - January 20, 2007

સુંદર, સાચું અને કટાક્ષવિહિન સ્મિત મૈત્રીના ભાવને અંતરથી ખીલવે છે, સુંદરતાને ‘અતિસુંદર બનાવે છે, અને ભલભલાં ઋષિમુનીઓના સંયમની આકરી પરીક્ષા લે છે. સ્મિત વગરની દુનિયા એ કવિઓની કલ્પનાની બહારની દુનિયા છે જ્યાં ‘શ્વાસ’ અને ‘લાશ’ વચ્ચે કંઈ ફરક રહેતો નથી. મધુર સ્મિત ના સ્મરણો ઘણી વખત જીવન જીવવાં ની જડીબુટ્ટી બની જાય છે. તો ચાલો આપણે બદ્ધાં ‘સ્મિત’ ને મન ભરી ને માણી લેતાં શીખીએ; મળેલી એક જીંદગીનો પુરેપુરો અહેસાસ કરીએ અને કરાવીએ. જય.

4. Shah Pravin - May 17, 2007

*
એના અભાવથી આંજણી-શુ ખૂંચે છે આંખોમાં,
એવું સ્મિત મેં જોયું હતું એના હોઠો પર.
*
એના સ્મિતમાં હું વાવું કંટકો બેચાર,
ને ખીલી ઉઠે ગુલશન હજાર.
*