સર્જનક્રિયા-૮ : ‘શમણાં’ને શબ્દોથી શણગારીએ! September 27, 2006
Posted by nilam doshi in સર્જનક્રિયા.trackback
આજનો આપણો વિષય છે “શમણાં/શમણું”!
તો તમારે તમારાં ‘શમણાં’ને શણગારવું છે? પકડવું છે? કેદ કરવું છે? કે પછી માત્ર જોવું છે?
મારા તો “શમણાં ને ફૂટી છે પાંખો… “


મે ખુલ્લી આખો થી જોંયુ એક શમ્ણૂ,
શમ્ણા મા જોયુ મુખ તારુ નમણૂ,
નમણા મુખ પર છે મન્દ મન્દ સ્મિત્,
જાણૅ વાસળી મા થી વહી રહ્યુ મધુર સન્ગીત્..
હે સમય તુ ધીરે ચાલ્,શમણૂ મારુ જાય ના ટૂટી
શમ્ણા ની આ શરુઆત છે,હજુ તો એને છે પાન્ખો ફુટી…
તારી એ એક પળની મુલાકાત, મારું જીવનભરનું સંભારણું
જાણે એક અજાણી દુનિયાનું, તેં હળવેથી ખોલ્યું બારણું
એક પળની જિંદગીમાં, મેં જીવી લીધું ઘણું ઘણું
જેના પૂરા થવાની શર્ત નો’તી, સાકાર થયું એ શમણું
-લધુ કાવ્ય-
મારી આંખે
જોયુ
એક શમણુ
ને એ
શમણુ
શોધતો
હુ
ખોવાયો
તારા નગર માં !
-હાઇકુ-
તારા શમણે
ભુલી શાન ભાન હુ
ભટક્યા કરું.
- અમિત
શમણામાં આવ્યા મને નાનકડા બાળ,
ને લાવ્યા કાંઈ અવનવા ઉજાસો.
ધસમસતો આવતો રોક્યો એણે કાળ,
ને ઉગ્યા કેવા રંગરંગી ગુલાબો.
શમણામાં જોયા મેં તો નાનકડા લાલજી,
ને જોયું કેવું મનોહર મુખડું.
મારા શમણાના એ મનોહર બાલુડા,
મારા તે ઘરના લાલજી.
paththar phodine bij nikle, drashyo phodi ne mari aankh;
ghatna thi uparvat thai shaku jo male, shamna phodi ne be pankh.
પથ્થર ફોડીને બીજ નીકળે, દ્રષ્યો ફોડીને મારી આંખ,
ઘટનાથી ઉપરવટ થઇ શકું જો મળે, શમણાં ફોડીને બે પાંખ.
વડોદરામાં સંભળાતો આર્કી ગરબા મહોત્સવનો ઘણો જાણીતો એક ગરબો:
શમણાંઓ પહેરીને ઉભા હોય રાણા, રજની નવડાવે હુંફાળા હેતે,
એવું સરજાય જો મનગમતું મ્હાંયરું, આજ મારા ગરબા મહેંકે.
ના જોયો દિન, ના જોઇ રાત, ના જોયુ એકે શમણું;
દેખાયું તારી યાદમાં મને, પ્રભાત એક ઉગમતું.
શમણું એક, ઘેરી નિંદરમાં છે મુજ દિલ મહીં,
સૂણી છે શૈશવકાળથી, એક અધૂરી અનકહી.
માયાથી અલિપ્ત થઇ, જ્યારે હું અર્ધસમાધિ માંગતો,
ટમટમતાં તારલિયાં’ને રુડાં ચાંદામા ત્યારે જોતો.
ચક્કર-ચક્કર ઘૂમતું બ્રહ્માંડ, મને ભૂલાવામાં નાંખતું,
વણમાંગ્યું’ને અણકલ્પ્યું, ત્યારે જ ઘણું બધું દેખાતું.
બનવા માંગતો, ત્યારે એ વણખેડાયેલ વિશ્વનો કપ્તાન,
છોડી દઉં બધી દુન્યવી માયા, આવે જ્યારે તાન.
તન અને મન ત્યારે લાગતાં, મને થતાં એકાકાર,
દેહ, ત્રુષ્ણા, વાસના બધું વિસારે પાડી બનું નિરાકાર.
એનો સાદ સૂણતો-સૂણતો ભાગું હું ચારેકોર,
ભટકવા ના દઉં આ મનને, બની હું ચકોર.
ચારેકોર નીહાળી ઉર્જા, બની ગયો હું પ્રકાશમય,
સંભળાયો મને, ત્યારે જ ખરો બ્રહ્માંડીય લય.
વિલાયો પ્રકાશ’ને ઘેરી વળ્યો અચાનક અંધકાર,
મચી રહ્યો ત્યારે દિલમાં, શૂન્યનો હાહાકાર.
ખરું ભાન આવ્યું, સમજાયું ત્યારે જ એક સત્ય,
શોધતો’તો જેને બ્રહ્માંડમાં, હતો વાસ તેનો મુજમાં નિત્ય.
શમણાં
આવે ને લાવે ભુલાયેલી પ્રીત
શમણાં
લઇને આવે આનંદોભરી રીત
શમણાં
મનનું અનુપમ સોનેરી ગીત
શમણાં
નયને ભરી બેઠા ન રહો મીત
શમણાં
આપેતો આપે માર્ગદર્શન જરીક
શમણાં
સાચા કરવા મથવુ પડે નીત
શમણાં
તુટે ત્યારે ભાસે વિરહ કવચીત
વિજય શાહ
http://www.vijayshah.wordpress.com
આજે વહેલી પરોઢે મને આવ્યું તારું શમણું,
શમણાંમાં પ્રિતમ, તનેય આવ્યું મારું શમણું,
સાથ હજીયે છે આપણો શમણાને સથવારે,
એવું સમજી હરખાયું મન, નમણું લાગ્યું શમણું.
ઊર્મિસાગર
રાત પડે ઝળહળતું.ને
રોજ સવારે ખોવાતું
લાખેણું એક સપનું મારું.
ગીત ગાતા પંખી ને પૂછયું
પતંગિયા નું નામ એણે લીધું
પતંગિયા એ તો પટ દઇ ને…
નામ પારિજાત નું દીધું
પારિજાત તો ટપ દઇ ને ખર્યું
ને વહેતા વાયરા નું નામ કીધું…
લુચ્ચા આ વાયરા એ નામ કદંબનું લીધું
કદંબ ને તો પડયા પાછા પેલા કાનુડાના હેવા
પણ કાનુડો તો ચોર સદા નો…
ચોરી લીધું લાખેણું શમણું મારું…
શમણું તો જઇ સંતાયું રાધાના પાલવમાં
પણ અંતે પકડાયું એ બંસી ના બે બોલ માં..
- નીલમ દોશી
હું તો શ્યામનાં શમણાં જોતો ,કે વા’લો મારો રાસે રમે રે લોલ :
વા’લો (મારો) મીઠી વગાડે રૂડી બંસી ,કદમ્બની ડાળે ચઢી રે લોલ !
[...] આગળની પોસ્ટ: ‘શમણાં’ને શબ્દોથી શણગારીએ! [...]