સંકલિત: રણને થોડું નિચોવી લઇએ… September 14, 2006
Posted by ઊર્મિસાગર in મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.trackback
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: સર્જનક્રિયા-૧: રણને થોડું નિચોવી લઇએ…
* * *
હા! રણનેય નિચોવી શકું હું-
જો તારા હ્રદયનો તાગ કાઢી શકું…
(ઊર્મિસાગર)
* * *
મારા હૃદયનો તાગ જો કાઢી શકો તમે,
રણ એક આખું તમને નિચોવાયેલું મળે.
(ડૉ.વિવેક ટેલર)
* * *
રણ તો છે છિછરું ક્યારેય ના સમાવે મેઘનુ હેત.
તેથીજ ચાલ આજે નીચોવી મારુ સમગ્ર રણ
તને બનાવી દઉ ભીની ભીની ધરા ઉપજાઉ
અને રાહ જોઉ ઉગતા તેમા પ્રણયગુલાબ કેરા વન.
(વિજય શાહ)
* * *
ચાલ આજે રણ નિચોવું,
પ્યાસનાં કારણ નિચોવું,
પેટનાં સૌ ખાડા ભરવા,
સાથે આવો, કણ નિચોવું.
(ચેતન ફ્રેમવાલા)
* * *
ભીંજાવું એટલે શું
રણ ને સમજાય કયાંથી?
નીચોવાવું એટલે શું
રણને અનુભવાય કયાંથી?
પણ…..
નીચોવી શકો જો રણ ને,
તરસ આખી ઝળહળે!!!
(નીલમ દોશી)
* * *
રણને નીચોવી શું પામશું?
ઝાંઝવાને પીને શું પામશું?
ચાલો મળી કંડાળીયે પાયણાં,
અત્ત્રર નીચોવી શું પામશું?
આપણા સૌનું સહીયારું સર્જન,
બીજું અંતર વલોવ શું પામશું
ભીતર મહેરામણ હિલોળા લે છે,
આપણે કિનારે બેસીને શું પામશું?
આ ગઝલ લખાઇ પ્રભું મળ્યા સમ,
“નારાજ” શ્રાવણ નાહીને શું પામશું?
(બાબુભાઇ દેસાઇ ‘નારાજ’)
* * *


રણ એટલે
તાવમાં ધખતું
કપાળ ધરતીનું,
રણ એટલે
પૃથ્વીના લાડુ પરની ખસખસ,
રણ એટલે
આલ્બીનો રાતી કીડીઓનું કબ્રસ્તાન,
રણ એટલે નકરું
ઝીણું ઝીણું વેરણ-છેરણ,
રણ એટલે
એક શુષ્ક તળ
વિપુલ જળ સંચયનું સ્થળ!
રણને નીચોવી શું પામશું
ઝાંઝ્વાને પીને શું પામશું
ચાલો મળી કંડાળીયે પાયણાં
અત્ત્રર નીચોવી શું પામશું
આપણા સૌનું સહીયારું સર્જન
બીજું અંતર વલોવ શું પામશું
ભીતર મહેરામણ હિલોળા લે છે.
આપણે કિનારે બેસીને શું પામશું
આ ગઝલ લખાઇ પ્રભું મળ્યા સમ
“નારાજ” શ્રાવણ નાહીને શું પામશું
Babu Desai “Naraj” Ahmedabad
Best wish to u urmi bhai ! sathe commet ma moklu chhu……mari swarachit gazal……apani matru bhasha vadhu smruddh bane aej ashaa sah……..
aa jindgi aakhiye ran saman bhase che,
jane koi mari j andar aag chanpe che,
koi na thi ye rahevay na evi lagan lage che,
ke have tu mane kahe che ke tu kharab lage che.