સર્જનક્રિયા-૫: “કોણ માનશે?” September 14, 2006
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.18 comments
વફાસાહેબની ભલામણ મુજબ ”કોણ માનશે?” રદીફ લઈને કોઈ પણ કાફિયા સાથે સર્જક મિત્રોને ગઝલ કે મુકતક લખવા હર્દિક આમંત્રણ છે.
આપણા પ્રખ્યાત કવિઓના થોડા નમુનાના શેરો વફાસાહેબે આપ્યા છે જે નીચે મુજબ છે:
* * *
દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે?
(‘શૂન્ય’ પાલનપુરી)
શૂન્યસાહેબની આ આખી ગઝલ આપ લયસ્તરો પર વાંચી શકો છો!
ફક્ત ડોઝ તો દવાનો હતો કોણ માનશે?
ચમત્કાર બસ દુવાનો હતો કોણ માનશે?
(“જિદ્દી લુવારવી”)
કંટકની સાથે પ્યાર હતો કોણ માનશે?
એમાંયે કંઈ સાર હતો કોણ માનશે?
(રતિલાલ “અનિલ”)
તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે?
જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે?
(“મરીઝ”)
મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે?
મારો ય એક જમાનો હતો, કોણ માનશે?
(‘રુસવા’મઝલુમી)
* * *
વફાસાહેબનાં ત્રણ શેરો જુદા જુદા કાફિયા સાથે નીચે મુજબ છે:
એ અસર વ્યથાનો હતો કોણ માનશે?
દુશ્મન આ જમાનો હતો કોણ માનશે?
શાનો એ મિનાર હતો કોણ માનશે?
ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે?
તારા નગરની જાણ હતી કોણ માંનશે?
લજ્જાની વચ્ચે આણ હતી કોણ માંનશે?
(મોહમ્મદઅલી ભૈડુ”વફા”)
* * *
તો તમે પણ સર્જન કરો પૂરી સ્વતંત્રતાથી…
સંકલિત: રણને થોડું નિચોવી લઇએ… September 14, 2006
Posted by ઊર્મિસાગર in મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.3 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: સર્જનક્રિયા-૧: રણને થોડું નિચોવી લઇએ…
* * * (more…)

