સર્જનક્રિયા-૨: આજે થોડું ‘સ્મિત’ કરીએ… September 7, 2006
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.trackback
પ્રથમ સર્જનક્રિયામાં આપ સૌના સહયોગ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ… હજીયે બાકી મિત્રોએ આગળની સર્જનક્રિયા પર પોતાની રચનાઓ મૂકવી હોય તે મૂકી શકે છે જેનું સંકલિત થોડા સમય પછી અમે પોસ્ટ કરીશું.
આપણે આજનો વિષય રાખીએ: સ્મિત… જે આપ્યું છે આપણા મિત્ર ચિરાગ પટેલે (આભાર, ચિરાગ!) ‘સર્જનમાં સાથ આપો’ પૃષ્ઠ પર એમની એક રચના સાથે.
આવો, આપણે સૌ પણ આપણા ‘સ્મિત‘ને શબ્દોથી સજાવીએ… તો કલમ ઉપાડો છોને??
* * *
આવું સ્મિત ના રેલાવશો, એ સ્મિત તો જાનલેવા છે;
શું કરૂં પણ, મારા દર્દેદિલની એ જ તો એક દવા છે?
(ચિરાગ પટેલ)
* * *


સ્મિત…..
સ્મિત પણ ઢંકાયું, મ્હોરામાં હવે,
બંધ હોઠો કેરા પ્હેરામાં હવે.
ભુલકાં, એ થોડું વેર્યું છે બસ!
ક્યાં છે ચેતન કોઈ ચ્હેરામાં હવે..
હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
આંસું અને સ્મિત વારાફરથી વારો છે,
જીવનનો એ જ તો સાચો સહારો છે.
રડતા રડતાયે હસાવી જાય છે મને કાયમ તારું સ્મિત,
એટલે જ તો મારા સ્મિતમાંયે હોય છે સદા તારું સ્મિત,
રોજ ઠાનું છું, હવે ક્યાંયે નહિં પડું હું તને યાદ કરી કરીને,
તારા ગાલોનાં ખાડામાં મને રોજ પાડી જાય છે તારું સ્મિત.
taru dard bharyu smit jyare vahave chhe ansu..
kon jane ke dard nu ke harsh nu chhe e ansu…!