jump to navigation

સર્જનક્રિયા-૧: રણને થોડું નિચોવી લઇએ… September 3, 2006

Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.
trackback

મિત્રો, ‘સર્જનક્રિયા’ની પ્રથમ પોસ્ટ પર હું મારા જ બ્લોગ પર આગળ લખેલ એક લઘુ કાવ્ય અને એનો વિચાર રજૂ કરું છું.  આજનો સહિયારું સર્જન કરવાનો વિચાર રાખીશું: રણને નિચોવવાની વાત… તો ચાલો આપણે આજે રણને થોડું નિચોવી લઇએ!!

આ રહી મારી રચના… અને વિવેકભાઇનો શેર જે એમણે કોમેન્ટમાં લખ્યો હતો!

હા!
રણનેય
નિચોવી
શકું હું-
જો
તારા હ્રદયનો
તાગ
કાઢી શકું…

“ઊર્મિસાગર”

* * *

મારા હૃદયનો તાગ જો કાઢી શકો તમે,
રણ એક આખું તમને નિચોવાયેલું મળે.
(ડૉ.વિવેક ટેલર)

* * *

આપ સૌ જો આપની અંદરના પેલાં ઊર્મિના સાગરને વલોવશો, તો એમાથી એકાદ મોતી તો જરૂર મળશે! તો આપ એને વલોવવાનું શરૂ કરો છોને?

 

Comments»

1. vijayshah - September 5, 2006

રણ તો છે છિછરું ક્યારેય ના સમાવે મેઘનુ હેત.
તેથીજ ચાલ આજે નીચોવી મારુ સમગ્ર રણ
તને બનાવી દઉ ભીની ભીની ધરા ઉપજાઉ
અને રાહ જોઉ ઉગતા તેમા પ્રણયગુલાબ કેરા વન.

વિજય શાહ
હ્યુસ્ટન ટેક્સાસ

2. chetan framewala - September 6, 2006

ચાલ આજે રણ નિચોવું
પ્યાસનાં કારણ નિચોવું.

પેટનાં સૌ ખાડા ભરવા,
સાથે આવો, કણ નિચોવું…

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

3. nilam doshi - September 7, 2006

ભીંજાવું એટલે શું
રણ ને સમજાય કયાંથી?
નીચોવાવું એટલે શું
રણને અનુભવાય કયાંથી?
પણ…..
નીચોવી શકો જો રણ ને,
તરસ આખી ઝળહળે!!!

4. hardiktank - November 14, 2006

રણને નિચોવતા મૃગજળ હાથ આવ્યુ,
તારા હ્રદયનો તાગ કાઢતા અશ્રુજળ હાથ આવ્યુ!

5. surekha parikh - November 19, 2006

eklama melo ne meloma ekla rahevu, thodu sahevu ne thodu tapvu ne pachi Tharine jivvu,manma hari ne harima man parovine em jivvu manjiyaru,ane paChi lage che jivan pyaru pyaru.