સંકલિત: “હું તો પીળું થયેલ એક પાંદડું” September 3, 2006
Posted by nilam doshi in મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.trackback
મિત્રો, યાદ છે મેં મારા પરમ સમીપે બ્લોગ પર “સર્જન સહિયારું” નામક પોસ્ટ મુકી હતી? આપે પણ મને સાથ આપ્યો હતો અને બદલામાં ઘણી પંક્તિઓ મને મળી હતી… એ બધી પંક્તિઓ સંકલિત કરીને અમારા આ બ્લોગ પર મુકુ છું… હજી પણ આપણા બીજા વાંચકમિત્રો આ પંક્તિ પૂર્ણ કરતી પોતાની રચના અહીં કોમેંટમાં મૂકી શકે છે.
મારી આપેલ એક પંક્તિ હતી, “હું તો પીળું થયેલ એક પાંદડું,”
આ રહી આપ સૌએ આપેલ પંક્તિઓ… આશા છે આપ સૌ એને માણી શકો!
- નિલમ દોશી
* * *
હું તો પીળું થયેલ એક પાંદડું,
ઇચ્છાની શાખને વળગી રહેલું,
આજ નહિં તો કાલ જરૂર ખરીશ,
ને ઉગીશ ફરી થઇ લીલું પાંદડું.
(ઊર્મિસાગર)
* * *
જન્મે કુંપળ હતું
વૃક્ષમાંથી નીપજ્યું
ઉંમર ઓળંગી બન્યું રે!
હું તો પીળું થયેલ એક પાંદડું!
(મનવંત પટેલ)
* * *
હું તો પીળું થયેલ પાંદડું
ના કદીયે નિરાશ થયેલું
હજી રહી છે મુજમાં આશ
ચીંધવા લીલા પાનને રાહ.
(નીલા કડકિયા)
* * *
હું તો પીળું થયેલ એક પાંદડું,
કાલે ખરીશ કે આજ હું, પણ વૃક્ષનો એક કણ બનાવ્યો મેં ય છે.
ને હવાને દાન દીધા, પ્રાણવાયુના અમીમય શ્વાસ પણ.
કાલ હું કુંપળ બનું કે ના બનું, મુજ જિંદગી માટે મને પણ ગર્વ છે.
(સુરેશ જાની)
* * *
હું તો પીળું થયેલ એક પાંદડું
રાહ જો ઉ હું હવા ના ઝોંકાની;
હું જવાની શું કરવા ના પાડું?
ફરી જીવવી છે જિંદગી મારી પોતાની.
(જીતેન મહેતા)
* * *
હું તો પીળું થયેલું એક પાંદડું,
દેખું ભૂલકાંઓની વાટ.
આવીને મુજેને ઝીલી લેશે,
એવી મુજને છે આશ.
હું તો પીળું થયેલું એક પાંદડું,
ના દેખું વાયરાની વાટ.
વાયરો નકરો નફકરો,
નથી ભૂલકાંની કુમાશ.
(રાજેશ્વરી શુક્લ)
* * *


હું તો પીળું થયેલું એક પાંદડુ,
દેખું ભૂલકાંઓની વાટ.
આવીને મુજેને ઝીલી લેશે,
એવી મુજને છે આશ.
હું તો પીળું થયેલું એક પાંદડુમ્,
ના દેખું વાયરાની વાટ.
વાયરો નકરો નફકરો,
નથી ભૂલકાંની કુમાશ.
[...] આમંત્રણ આપતી એક પંક્તિ મૂકી હતી… ‘હું તો પીળું થયેલ એક પાંદડુ’ … જેના પરથી મને આ બ્લોગ બનાવવાનો [...]
[...] મેં ઉદાહરણરૂપે આ સહિયારું સર્જન પર સૌપ્રથમ પોસ્ટ કર્યુ હતું… કોઇ પણ નવો વિષય આપવાની શરૂઆત કરવા [...]