સ્વાગત! September 2, 2006
Posted by ઊર્મિસાગર in સમાચાર.trackback
પ્રિય મિત્રો,
હું, મારા મિત્રો સુરેશભાઇ જાની અને નીલમ દોશી - અમે સાથે મળીને આ એક નવો બ્લોગ શરૂ કરીએ છીએ. જે બની રહેશે આપણા સૌનો સહિયારો બ્લોગ! આપણા આ સહિયારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ પર આપણે સૌ સાથે મળીને સહિયારું સર્જન કરીશું… આશા છે કે આપ સૌનો સહકાર મળતો રહેશે.
… તો ચાલો આપણે શૂન્યમાંથી થોડું સર્જન કરીએ!
અમે આપીશું તમને કોઇ એક પંક્તિ અથવા કોઇ એક વિચાર કે પછી કોઇ સંજોગ, અને એને આપણે મઢીશું …આપણા શબ્દોથી …મુક્તક, શેર, લઘુ કાવ્ય કે ગઝલનાં રૂપથી… તો આપ સૌ અમને સાથ આપો છોને?? આપ સૌના સર્જનોનું સંકલિત અમે સમય પર પોસ્ટ કરતાં રહીશું.
જો કોઇ વાંચકમિત્રોએ આપણા આ સહિયારા કાવ્યસર્જનની ક્રિયા માટે કોઇ વિચાર કે કોઇ પંક્તિ આપવી હોય તો અહીં “સર્જનમાં સાથ આપો” પૃષ્ઠ પર કોમેન્ટ દ્વારા જણાવી શકે છે.
“તમારું સર્જન,અમારું સર્જન,
ચાલો,કરીએ હવે આપણું સર્જન.”
“ઝાઝા હાથ રળિયામણા” યાદ કરીશું,
સર્જન સહિયારા સાકાર કરીશું ને?”
સસ્નેહ,
ઊર્મિસાગર
જાન્યુ. 2007
નોંધ:- અમારા મિત્ર નિલમ દોશી અંગત કારણોસર અને સમયનાં અભાવે આ બ્લોગ પર હવે અમને સાથ આપી શકે એમ નથી… આશા છે કે ભવિષ્યમાં ફરી અમને અહીં સાથ આપે! નિલમઆંટી, ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ…


યેસ,ઉર્મિબેન,આપની સાથે જ છુ.આપની સાથે મળી ને કઇક કરતા આનંદ થશે.આભાર.